Point of View : અનામત ની આગ અને મારોજ કક્કો સાચો!?!
Definition : A manner of viewing things; an attitude. (A position from which something is observed or considered; a standpoint.) (The mental position from which a story is observed or narrated)
મનુષ્ય એક વૈચારિક પ્રાણી હોય કોય પણ ઘટના સંદર્ભે પોતાનો વિચાર રજુ કરતો હોય છે. સામાન્ય રીતે વિજ્ઞાન ને બાદ કરતા કોયી પણ વિષય માં આપણો મત એટલે કે અભિપ્રાય એ આપણો 'પોઈન્ટ ઓફ વ્યુ' કહેવાય. જેમાં ઘટના, અનુભવો અને માહિતીને આધારે આપણી સમજ મુજબ આપણે કોય એક દિશા માં કે કોય એક નિષ્કર્ષ પર આવતા હોયીએ છીએ.
સામાન્ય રીતે આપણો વિચાર કે દ્રષ્ટિકોણ એ આપણ ને ફીટ બેસતું હોય તે રીતે તૈયાર થતો હોય છે. મોટે ભાગે બાયસ હોય છે. બહુ તર્ક શક્તિ ધરાવતા લોકો તેને સત્ય બનાવી દેતા હોય છે, અથવા આજ સત્ય છે તેમ સાબિત કરી આપતા હોય છે. જેઓ ખુબજ સારા દાખલા દલીલ કરી સકે અને સામે કયી પ્રકારના લોકો અને સમૂહ છે તેમજ તેમની શું પરિસ્થિતિ છે તે મુજબ પરિણામ આવતું હોય છે.
આપણો પોઈન્ટ ઓફ વ્યુ ક્યારેય સનાતન સત્ય હોતોજ નથી. એ માત્ર આપણા આસપાસ ના માહોલમાં બંધ બેસી સકે છે પરંતુ ક્યારેય સાર્વત્રિક સ્વીકૃતિ મળવીજ જોયીએ તેવી જીદ એ મુર્ખાય અને ગાંડપણ હોય છે. આપણો અભિપ્રાય કોય સંદર્ભ માં હોય છે જે ક્યારેય લેબોરેટરી માં સાબિત થયેલ પ્રમય બની સકતો નથી.
તાજેતરમાં અનામત મુદ્દે તમામ શિક્ષિત અને નોન-શિક્ષિત તમામ લોકોને પોતાના લાભાલાભ માટે અને મુજબ અભિપ્રાય આપવાનું સુરાતન ચડ્યું છે (અહી લેખકો પણ પોતે બૌધિક કમ અને તર્ક શક્તિ નું વધારે પ્રદશન કરતા જોવા મળે છે... પરંતુ કેન્દ્ર માં પોતાનો તર્ક અને પાછળનો ભય વધુ જોવા મળે છે!)
તાજેતરમાં સોસીઅલ મીડિયામાં કક્કો સાચો સાબિત કરવા રજુ થયેલ કેટલાક સામાન્ય દાખલાઓ...
અહી ઉપરોક્ત બાબતો ને લયીને મારો પોઈન્ટ ઓફ વ્યુ રજુ કરું છું ( જે માત્ર મારો અભિપ્રાય છે અને સનાતન સત્ય નથી... હકીકત જે લોકો વાસ્તવિક રીતે અનુભવે છે તેજ સમજી સકે છે)
ભાય, 1000 વર્ષમાં આંગળીના વેઢે ગણી સકાય તેટલા નામ પણ નથી આપી સકાતા!!! જયારે વર્મા, શર્મા, ત્રિવેદી અને દવે જેવી અટક (સરનેમ) ધરાવતા ટોચ પરના મહાન લોકો અનગિનત જોવા મળશે. જન્મ જાત શક્તિ ને બાહ્ય વાતાવરણ મળવું તેટ્લુંજ જરૂરી છે. હજારો કરોડો પછાત લોકો ક્યારે જીવે છે અને મારી જાય છે તેની નોંધ સુધ્ધા લેવાતી નથી.
પાટીદાર છેલા કેટલાક વર્ષોથી સાર્વત્રિક સાધન સંપન થયા છે પરંતુ હજુ સામાજિક રીતે ખુબજ પછાત છે. ભાષા, રહેણી કરણી ચિંતન અને સમાજ બહુ મોટો ભાગ ભજવતી હોય છે.
તેવીજ રીતે અન્ય કેટલીક બહાદુર કોમ પણ સામાજિક અને શૈક્ષણિક રીતે પાછળ છે, જ્યાં હજુ પણ સારા સારા ઘરમાં ઘૂંઘટ પ્રથા ચાલુ છે.
સવર્ણ પણ ગરીબ હોય સકે પરંતુ સામાજિક રીતે પછાત નથી. તેમના જીન્સ મહાન થવા માટે વર્ષોથી પેઢી દર પેઢી તૈયાર હોય છે. ભારત અને વિશ્વમાં ટોચ પર સરકારી કે અર્ધ સરકારી જગ્યા અને કલા, સાહિત્ય અને અન્ય તમામ ક્ષેત્ર માં તેઓ અજોડ અને મહાન રહ્યા છે.
40 ટકા માર્ક્સ આવેલ લોકો ને તેટલાજ માર્ક્સ કેમ આવે છે અને 80 ટકે કે ખુબજ ઊંચ ગુણ આવવાપાછળનુઅ લોજીક શું હોય સકે તે કેમ ક્યારેય કેમ નથી વિચારતા હોતા ? પછાત લોકોએ કોયીએ શિક્ષણ અને પરીક્ષા શું હોય અને સમગ્ર ધ્યાન તેમાંજ કેન્દ્રિત કરું તેવું તેમનું કલ્ચર જ હોતું નથી, તેમની આર્થિક કે સામજિક રીતે સક્ષમ હોતા નથી તો શિક્ષણ ને કેમ સમર્પિત થયી સકે ???
અનામત સુવિધા અમુક વર્ષોજ મળવી જોયીએ તે જેતે સમયે ગણતરી કરી નકી થયું પરંતુ યોજના મુજબ અંતરિયાળ લોકો સુધી હજુ પ્રાથમિક શિક્ષણ પણ નથી પહોચ્યું તો ઊંચ શિક્ષણ અને નોકરી માં અનામત ક્યાં પહોચ્યું છે ?
આજે ઓબીસી અને પછાત લોકો પોતાના પરંપરાગત વ્યાશય ને છોડી ને માત્ર ને માત્ર શિક્ષણ અને ઊંચ નોકરી મેળવવા કેમ અધીરા બન્યા છે તે સહુથી મોટો વિચાર માંગી લે તેવો પ્રશ્ન છે!!!
સુથાર સુથારી કામ છોડી દે, દરજી સીવણ કામ ના વ્યવસાય માં ના જાય, તેજ રીતે કડિયા, લુહાર, મોચી કે અન્ય લોકોને ખુબજ સ્કીલ યુક્ત પોતાનો ધંધો શુકામ નથી કરવો ? અરે ખેતી જેવા અઢળક પૈસા મેળવી આપતા ખેડૂત નો દીકરો નાની તો નાની પણ નોકરી કરવી છે તેવું શુકામ વિચારતો થયો છે ???
જેના મૂળમાં સામજિક દરજ્જો ખુબજ મહત્વનો બની રહે છે. અહી બાબુઓને ખુબ સન્માન આપવાની એક પછાત ઘેલછા જોવા મળે છે. શહેર સાફ કરતા લોકોને ખુબ સારો પગાર મળતો હોવા છતાં તેઓ ક્યારેય સન્માનપૂર્વક તેમના ધંધા કે નોકરી વિષે નહિ કહે. સામાજિક અસ્પૃસ્યતા જ્યાં સુધી આપણા મગજમાં રહેલ છે ત્યાં સુધી લોકોને નોકરીનું ગાંડપણ રહેશે અને શિક્ષણ તેનું માધ્યમ હોય સમગ્ર લોકો અનામંત ના લાભાલાભ માં ફસાયેલ રહેશે.
ફરી પાછા પોઈન્ટ ઓફ વ્યુ તરફ વળીએ... આપનો અભિપ્રાય એ વિજ્ઞાન નથી કે જે લેબોરેટરી માં સાબિત કરી સકાય તે માત્ર દાખલા દલીલો થી સીમિત રહે છે. જે ને ભાર પૂર્વક અમલી ના બનવી સકાય...
ફેસબુક અને વોટ્સ એપ થી આગળની જેને દુનિયા જોય કે અનુભવી નથી ગ્રામ્ય જીવન અને સમાજ નથી સમજ્યો, ઈતિહાસ માં માત્ર છબછબીયા કાર્ય હોય તેમ છતાં અભિપ્રાય ને કેમ બધા લોકો સ્વીકારે તેવું માનવું ???

- કબીર થી લયી કલામ સુધી કોને અનામત ની જરૂર પડેલી, આંતરિક શક્તિ હોય તો શું જરૂર છે અનામતની ?
- પાટીદાર આર્થીક રીતે સધર છે...
- અનામત થી અન્ય ને અન્યાય થાય છે....
- બંધારણમાં અનામત અમુક વર્ષ માટેજ આપવા ભલામણ છે....
- લોકો તેમના પરંપરાગત ધંધા વ્યવસાય ને બદલે નોકરી કરવા માંગે છે.
- 80 ટકા ધરવતા લોકો ને 40 ટકા લીધેલ લોકોને સલામ મારવી પડે છે...!
અહી ઉપરોક્ત બાબતો ને લયીને મારો પોઈન્ટ ઓફ વ્યુ રજુ કરું છું ( જે માત્ર મારો અભિપ્રાય છે અને સનાતન સત્ય નથી... હકીકત જે લોકો વાસ્તવિક રીતે અનુભવે છે તેજ સમજી સકે છે)
ભાય, 1000 વર્ષમાં આંગળીના વેઢે ગણી સકાય તેટલા નામ પણ નથી આપી સકાતા!!! જયારે વર્મા, શર્મા, ત્રિવેદી અને દવે જેવી અટક (સરનેમ) ધરાવતા ટોચ પરના મહાન લોકો અનગિનત જોવા મળશે. જન્મ જાત શક્તિ ને બાહ્ય વાતાવરણ મળવું તેટ્લુંજ જરૂરી છે. હજારો કરોડો પછાત લોકો ક્યારે જીવે છે અને મારી જાય છે તેની નોંધ સુધ્ધા લેવાતી નથી.
પાટીદાર છેલા કેટલાક વર્ષોથી સાર્વત્રિક સાધન સંપન થયા છે પરંતુ હજુ સામાજિક રીતે ખુબજ પછાત છે. ભાષા, રહેણી કરણી ચિંતન અને સમાજ બહુ મોટો ભાગ ભજવતી હોય છે.
તેવીજ રીતે અન્ય કેટલીક બહાદુર કોમ પણ સામાજિક અને શૈક્ષણિક રીતે પાછળ છે, જ્યાં હજુ પણ સારા સારા ઘરમાં ઘૂંઘટ પ્રથા ચાલુ છે.
સવર્ણ પણ ગરીબ હોય સકે પરંતુ સામાજિક રીતે પછાત નથી. તેમના જીન્સ મહાન થવા માટે વર્ષોથી પેઢી દર પેઢી તૈયાર હોય છે. ભારત અને વિશ્વમાં ટોચ પર સરકારી કે અર્ધ સરકારી જગ્યા અને કલા, સાહિત્ય અને અન્ય તમામ ક્ષેત્ર માં તેઓ અજોડ અને મહાન રહ્યા છે.
40 ટકા માર્ક્સ આવેલ લોકો ને તેટલાજ માર્ક્સ કેમ આવે છે અને 80 ટકે કે ખુબજ ઊંચ ગુણ આવવાપાછળનુઅ લોજીક શું હોય સકે તે કેમ ક્યારેય કેમ નથી વિચારતા હોતા ? પછાત લોકોએ કોયીએ શિક્ષણ અને પરીક્ષા શું હોય અને સમગ્ર ધ્યાન તેમાંજ કેન્દ્રિત કરું તેવું તેમનું કલ્ચર જ હોતું નથી, તેમની આર્થિક કે સામજિક રીતે સક્ષમ હોતા નથી તો શિક્ષણ ને કેમ સમર્પિત થયી સકે ???
અનામત સુવિધા અમુક વર્ષોજ મળવી જોયીએ તે જેતે સમયે ગણતરી કરી નકી થયું પરંતુ યોજના મુજબ અંતરિયાળ લોકો સુધી હજુ પ્રાથમિક શિક્ષણ પણ નથી પહોચ્યું તો ઊંચ શિક્ષણ અને નોકરી માં અનામત ક્યાં પહોચ્યું છે ?
આજે ઓબીસી અને પછાત લોકો પોતાના પરંપરાગત વ્યાશય ને છોડી ને માત્ર ને માત્ર શિક્ષણ અને ઊંચ નોકરી મેળવવા કેમ અધીરા બન્યા છે તે સહુથી મોટો વિચાર માંગી લે તેવો પ્રશ્ન છે!!!
સુથાર સુથારી કામ છોડી દે, દરજી સીવણ કામ ના વ્યવસાય માં ના જાય, તેજ રીતે કડિયા, લુહાર, મોચી કે અન્ય લોકોને ખુબજ સ્કીલ યુક્ત પોતાનો ધંધો શુકામ નથી કરવો ? અરે ખેતી જેવા અઢળક પૈસા મેળવી આપતા ખેડૂત નો દીકરો નાની તો નાની પણ નોકરી કરવી છે તેવું શુકામ વિચારતો થયો છે ???
જેના મૂળમાં સામજિક દરજ્જો ખુબજ મહત્વનો બની રહે છે. અહી બાબુઓને ખુબ સન્માન આપવાની એક પછાત ઘેલછા જોવા મળે છે. શહેર સાફ કરતા લોકોને ખુબ સારો પગાર મળતો હોવા છતાં તેઓ ક્યારેય સન્માનપૂર્વક તેમના ધંધા કે નોકરી વિષે નહિ કહે. સામાજિક અસ્પૃસ્યતા જ્યાં સુધી આપણા મગજમાં રહેલ છે ત્યાં સુધી લોકોને નોકરીનું ગાંડપણ રહેશે અને શિક્ષણ તેનું માધ્યમ હોય સમગ્ર લોકો અનામંત ના લાભાલાભ માં ફસાયેલ રહેશે.
ફરી પાછા પોઈન્ટ ઓફ વ્યુ તરફ વળીએ... આપનો અભિપ્રાય એ વિજ્ઞાન નથી કે જે લેબોરેટરી માં સાબિત કરી સકાય તે માત્ર દાખલા દલીલો થી સીમિત રહે છે. જે ને ભાર પૂર્વક અમલી ના બનવી સકાય...
ફેસબુક અને વોટ્સ એપ થી આગળની જેને દુનિયા જોય કે અનુભવી નથી ગ્રામ્ય જીવન અને સમાજ નથી સમજ્યો, ઈતિહાસ માં માત્ર છબછબીયા કાર્ય હોય તેમ છતાં અભિપ્રાય ને કેમ બધા લોકો સ્વીકારે તેવું માનવું ???

No comments:
Post a Comment