Sunday, 23 August 2015

Point of View : મારોજ કક્કો સાચો !?!

Point of View : અનામત ની આગ અને મારોજ કક્કો સાચો!?!  

Definition : A manner of viewing things; an attitude. (A position from which something is observed or considered; a standpoint.) (The mental position from which a story is observed or narrated)

મનુષ્ય એક વૈચારિક પ્રાણી હોય કોય પણ ઘટના સંદર્ભે પોતાનો વિચાર રજુ  કરતો હોય છે. સામાન્ય રીતે વિજ્ઞાન ને બાદ કરતા કોયી પણ વિષય માં આપણો મત એટલે કે અભિપ્રાય એ આપણો 'પોઈન્ટ ઓફ વ્યુ'  કહેવાય. જેમાં ઘટના, અનુભવો અને માહિતીને આધારે આપણી સમજ મુજબ આપણે કોય એક દિશા માં કે કોય એક નિષ્કર્ષ પર આવતા હોયીએ છીએ.

સામાન્ય રીતે આપણો વિચાર કે દ્રષ્ટિકોણ એ આપણ ને ફીટ બેસતું હોય તે રીતે તૈયાર થતો હોય છે.  મોટે ભાગે બાયસ હોય છે. બહુ તર્ક શક્તિ ધરાવતા લોકો તેને સત્ય બનાવી દેતા હોય છે, અથવા  આજ સત્ય છે તેમ સાબિત કરી આપતા હોય છે. જેઓ ખુબજ સારા દાખલા દલીલ કરી સકે અને સામે કયી પ્રકારના લોકો અને સમૂહ છે તેમજ તેમની શું પરિસ્થિતિ છે તે મુજબ પરિણામ આવતું હોય છે.

આપણો પોઈન્ટ ઓફ વ્યુ ક્યારેય સનાતન સત્ય હોતોજ નથી. એ માત્ર આપણા આસપાસ ના માહોલમાં બંધ બેસી સકે છે પરંતુ ક્યારેય સાર્વત્રિક સ્વીકૃતિ મળવીજ  જોયીએ તેવી જીદ એ મુર્ખાય અને ગાંડપણ હોય છે. આપણો અભિપ્રાય કોય સંદર્ભ માં હોય છે જે ક્યારેય લેબોરેટરી માં સાબિત થયેલ પ્રમય બની સકતો નથી.          

તાજેતરમાં અનામત મુદ્દે તમામ શિક્ષિત અને નોન-શિક્ષિત  તમામ લોકોને પોતાના લાભાલાભ માટે અને મુજબ  અભિપ્રાય આપવાનું સુરાતન ચડ્યું છે (અહી લેખકો પણ પોતે  બૌધિક કમ અને તર્ક શક્તિ નું વધારે પ્રદશન કરતા જોવા મળે છે... પરંતુ કેન્દ્ર માં પોતાનો તર્ક અને પાછળનો ભય વધુ જોવા મળે છે!)

તાજેતરમાં સોસીઅલ મીડિયામાં  કક્કો સાચો સાબિત કરવા રજુ થયેલ  કેટલાક સામાન્ય દાખલાઓ...


  • કબીર થી લયી કલામ સુધી કોને અનામત ની જરૂર પડેલી, આંતરિક  શક્તિ હોય તો શું જરૂર છે અનામતની ?
  • પાટીદાર આર્થીક રીતે સધર છે...
  • અનામત થી અન્ય ને અન્યાય થાય છે....
  • બંધારણમાં અનામત અમુક વર્ષ માટેજ આપવા ભલામણ છે....
  • લોકો તેમના પરંપરાગત ધંધા વ્યવસાય ને  બદલે નોકરી કરવા માંગે છે.
  • 80 ટકા ધરવતા લોકો ને 40 ટકા  લીધેલ લોકોને સલામ મારવી પડે છે...! 



અહી ઉપરોક્ત બાબતો ને લયીને મારો પોઈન્ટ ઓફ વ્યુ રજુ કરું છું ( જે માત્ર મારો અભિપ્રાય છે અને સનાતન સત્ય નથી... હકીકત જે લોકો વાસ્તવિક રીતે અનુભવે છે તેજ સમજી સકે છે)
   
ભાય, 1000 વર્ષમાં આંગળીના  વેઢે ગણી સકાય તેટલા નામ પણ નથી આપી સકાતા!!! જયારે વર્મા, શર્મા, ત્રિવેદી અને દવે જેવી અટક (સરનેમ) ધરાવતા ટોચ પરના મહાન લોકો અનગિનત   જોવા મળશે. જન્મ જાત શક્તિ ને બાહ્ય વાતાવરણ મળવું તેટ્લુંજ  જરૂરી છે. હજારો કરોડો પછાત લોકો ક્યારે જીવે છે અને મારી જાય છે તેની નોંધ સુધ્ધા લેવાતી નથી.

પાટીદાર  છેલા કેટલાક વર્ષોથી સાર્વત્રિક સાધન સંપન થયા છે પરંતુ હજુ સામાજિક રીતે ખુબજ પછાત છે. ભાષા, રહેણી કરણી ચિંતન અને સમાજ બહુ મોટો ભાગ ભજવતી હોય છે.

તેવીજ રીતે અન્ય કેટલીક બહાદુર કોમ પણ સામાજિક અને શૈક્ષણિક રીતે પાછળ છે, જ્યાં હજુ પણ સારા સારા ઘરમાં ઘૂંઘટ પ્રથા ચાલુ છે.

સવર્ણ પણ ગરીબ હોય સકે પરંતુ સામાજિક રીતે પછાત નથી. તેમના જીન્સ મહાન થવા માટે વર્ષોથી પેઢી દર પેઢી તૈયાર હોય છે. ભારત અને વિશ્વમાં ટોચ પર સરકારી કે અર્ધ સરકારી જગ્યા અને કલા, સાહિત્ય અને અન્ય તમામ ક્ષેત્ર માં તેઓ અજોડ અને મહાન રહ્યા છે.

40 ટકા માર્ક્સ આવેલ લોકો ને તેટલાજ માર્ક્સ કેમ આવે છે અને 80 ટકે કે ખુબજ ઊંચ ગુણ આવવાપાછળનુઅ લોજીક શું હોય સકે તે કેમ ક્યારેય કેમ નથી વિચારતા હોતા ? પછાત લોકોએ કોયીએ શિક્ષણ અને પરીક્ષા શું  હોય અને સમગ્ર ધ્યાન તેમાંજ કેન્દ્રિત કરું તેવું તેમનું કલ્ચર જ  હોતું નથી, તેમની આર્થિક કે સામજિક રીતે સક્ષમ હોતા નથી તો શિક્ષણ ને કેમ સમર્પિત થયી સકે ???

 અનામત સુવિધા અમુક વર્ષોજ મળવી જોયીએ તે જેતે સમયે ગણતરી કરી નકી થયું પરંતુ યોજના મુજબ અંતરિયાળ લોકો સુધી હજુ પ્રાથમિક શિક્ષણ પણ નથી પહોચ્યું તો ઊંચ શિક્ષણ અને નોકરી માં અનામત ક્યાં પહોચ્યું છે ?

આજે ઓબીસી અને પછાત લોકો પોતાના પરંપરાગત વ્યાશય ને છોડી ને માત્ર ને માત્ર શિક્ષણ અને ઊંચ નોકરી મેળવવા કેમ અધીરા બન્યા છે તે સહુથી મોટો વિચાર માંગી લે તેવો પ્રશ્ન છે!!!

સુથાર સુથારી કામ છોડી દે, દરજી સીવણ કામ ના વ્યવસાય માં ના જાય, તેજ રીતે કડિયા, લુહાર, મોચી કે અન્ય લોકોને ખુબજ સ્કીલ યુક્ત પોતાનો ધંધો શુકામ નથી કરવો ? અરે ખેતી જેવા અઢળક પૈસા મેળવી આપતા ખેડૂત નો દીકરો નાની તો નાની પણ નોકરી કરવી છે તેવું શુકામ વિચારતો  થયો છે ???

જેના મૂળમાં સામજિક દરજ્જો ખુબજ મહત્વનો બની રહે છે. અહી બાબુઓને ખુબ સન્માન આપવાની એક પછાત ઘેલછા જોવા મળે છે. શહેર સાફ કરતા લોકોને ખુબ સારો પગાર મળતો હોવા છતાં તેઓ ક્યારેય સન્માનપૂર્વક તેમના ધંધા કે નોકરી વિષે નહિ કહે.   સામાજિક અસ્પૃસ્યતા જ્યાં સુધી આપણા મગજમાં રહેલ છે ત્યાં સુધી લોકોને નોકરીનું ગાંડપણ રહેશે અને શિક્ષણ તેનું માધ્યમ હોય સમગ્ર લોકો અનામંત ના લાભાલાભ માં ફસાયેલ રહેશે.

ફરી પાછા પોઈન્ટ ઓફ વ્યુ તરફ વળીએ... આપનો અભિપ્રાય એ વિજ્ઞાન નથી કે જે લેબોરેટરી માં સાબિત કરી સકાય તે માત્ર દાખલા દલીલો થી સીમિત રહે છે. જે ને ભાર પૂર્વક અમલી ના બનવી સકાય...

ફેસબુક અને વોટ્સ એપ થી આગળની જેને દુનિયા જોય કે અનુભવી નથી ગ્રામ્ય જીવન અને સમાજ નથી સમજ્યો, ઈતિહાસ માં માત્ર છબછબીયા કાર્ય હોય તેમ છતાં અભિપ્રાય ને કેમ બધા લોકો સ્વીકારે તેવું માનવું ???

     

   


    

Wednesday, 19 August 2015

Genes and Society : Good Bad and Ugly

જીન્સ યાની કી ડીએને : વ્યક્તિ અથવા સમાજ કેટલો આગળ છે કે  પછાત છે તે તેના જીન્સ પર આધારિત છે. આખી  એક વિજ્ઞાન ની પ્રક્રિયા નો ભાગ છે. જયારે પુરતું સારું વાતાવરણ મળે ત્યારે સમયાંતરે તે જીન્સ નીરોગી, બૌધિક, સુંદર અને લાંબા અયુસ્યા  યુક્ત વ્યક્તિ અને સમાજ નું નિર્માણ કરે છે. ખુબ સારો ખોરાક, અલ્પ શ્રમ, ઓછો માનસિક પરિતાપ અને સન્માન યુક્ત જીવન શૈલી સારા જીન્સ માં પરિવર્તિત થતા હોય છે.  
મહેનત મજુરી કુપોસણ  યુક્ત ખોરાક અને માનસિક વિકલાંગતા યુક્ત જીન્સ પછાત સમાજ ને સમયાન્તરે નિર્મિત કરતો હોય છે. માનસિક અને શારીરિક રીતે નબળા લોકો નો સમુદાય સામાજિક રીતે પછાત ગણતો હોય છે.

સારા જીન્સ ના લોકો કુશાગ્ર બુધિ, સુંદરતા અને અનન્ય પ્રતિભા ધરાવતા હોય છે. તેમને સારું વાતાવરણ મળતાજ મોટા વૃક્ષ ની જેમ વિશાલ ફલક ધારણ કરી શકવાની સમર્થતતા  ધરાવતા હોય છે.  કુશાગ્ર બુધિ પ્રતિભાના કારણે  ખેલ કુદ, કલા, સાહિત્ય, શિક્ષણ અને વિજ્ઞાન માં ખુબ શ્રેષ્ઠ પ્રદાન અને પદ  પ્રાપ્ત કરતા હોય છે.    

જયારે નબળા જીન્સ ના લોકો માનસિક અને શારીરિક રીતે કદરૂપતા યુક્ત હોવાની પુરેપુરી સંભાવના જોવા મળતી હોય છે. પૂર્ણ સમાજ અનેક વીતામ્બાના  નો સીકાર બનતો  હોય છે. સામાજિક રીતે પછાત લોકો અનેક કુરિવાજો નો શિકાર બનેલ હોય છે. શુલક બાબતો માં જીવન પસાર થતું હોય છે. શિક્ષણ તેમની પ્રાથમિકતા  નથી હોતી ને સામાન્ય જીવન જીવવું પણ ખુબ મુસ્કેલ બનતું હોય છે. સામાન્ય રીતે બુધિ  નહિ પરંતુ શ્રમ યુક્ત જીવન શૈલી નો શિકાર તેઓ  થતા રહેતા હોય છે.

વૈશ્વિક ધોરણે જોતા વિશ્વના અનેક દેશોમાં આ પ્રકારે બે તરફી સમાજ જોવા મળતા હોય છે સાક્ષર અને નિરક્ષર. વિકસિત અને પછાત. ઘણા દેશ સાપેક્ષ માં ખુબજ વિકસિત છે ઘણા દેશ ખુબજ પછાત છે. તેવીજ રીતે ઈતિહાસ માં નજર નાખવામાં આવે તો પણ અનેક દેશ આ પ્રકારે ખુબજ વિક્ષિત અને વિજ્ઞાન જ્ઞાન અને શિક્ષણમાં અગ્રેસર હતા.

સામાન્ય રીતે નબળા જીન્સ ને જયારે યોગ્ય વાતાવરણ મળતું હોય છે ત્યારે સમયાન્તરે ઉત્ક્રાંતિ અને સંક્રાંતિ  થતા આ જીન્સ સારા જીન્સ માં પરિવર્તિત થતું હોય છે.  

ઉતકૃષ્ઠ  સમાજ ના નિર્માણ માં જીન્સ માં સમાનતા અને  સમરુપતા જરૂરી છે. દેશ અને વર્ગ વિગ્રહ એ  વર્ષોથી ચાલી આવતી પ્રક્રિયા છે. શ્રેષ્ઠ જીન્સ શ્રેષ્ઠ  માનવ સમાજના નિર્માણ માં પાયાની ભૂમિકા ભજવે છે.       


Wednesday, 5 August 2015

અનામત નું આંદોલન શા માટે કરવું પડે ???

સામાજિક, શૈક્ષણિક કે  આર્થીક રીતે સમાજ નો બહુ મોટો વર્ગ સુવિધા વિહીન (પછાત) રહી ગયો છે તે  માટે વર્ણ વ્યસ્થા ના મૂળ માં જવું જોયીએ. જ્ઞાન ફક્ત પંડિતો ને મળે અને બાકી બધાને  અજ્ઞાની રાખવાનું મહા પાપ અને સડયંત્ર કરનાર લોકો આજે પચાસ વરસમાજ અનામત  શબ્દ થી હાંફી ગયા છે!

જે લોકો એ પોતાના સિવાય કોયનું મળ નથી જોયું કે સાફ કર્યું અરે પોતાના ઘરનું સંડાસ પણ સાફ ના કરનાર લોકો હજારો વરસો થી અન્યનું મેલું ઉપાડનાર દલિત ની વ્યથા કેમ સમજી સકે ?

સુથાર, લુહાર, મોચી, કડિયા, ખેડૂત, સોની, કંસારા લોકો એ માત્ર હજારો વરસો થી તેમનોજ વ્યસ્વાય કરવો અને શિક્ષણ થી અલિપ્ત રહેવાનું એ તે કેવી સીસ્ટમ ??? મજુરો એ માત્ર માંજુરીજ કરવાની તે સીસ્ટમ કેટલો સમય ટકી સકે ? ઊંચ હોદા પર માત્ર પંડિતજ બેસી સકે કારણ કે તેઓ જ્ઞાની છે ? શું ઈશ્વર દરેક ને સમાન શક્તિ સાથે સર્જન નથી કરતો ?

ગામ, રાજ્ય કે રાષ્ટ્ર ની સુરક્ષા માત્ર ક્ષત્રીય કરી શકે તેવું ગણિત કેમ સ્વીકાર્ય હોય ? બહાદુરી કે  જ્ઞાન ફક્ત એકજ વર્ણ ધરાવી શકે ?

આજે આપણા દેશમાં એક પણ શોધ કે વૈજ્ઞાનિક કેમ જોવા નથી મળતો ? ભારત દેશ આટલી બધી સાધન સુવિધા સંપન હોવા છતાં વિશ્વા આગળ પાંગળો છે!  કારણ કે આપણે સમાન શક્તિ સામર્થ્ય સાથે પેદા થતા જીવને સ્વતંત્ર રીતે કોય પણ ક્ષેત્ર માં વિકાસ કરવાની સમાન તક આપેલ ના હતી. જેનું મુખ્ય કારણ આપણી વર્ણ વ્યાસ્થા એ સમાજ ને બાનમાં  લિધેલ  હતો.

ભલું થાજો અંગ્રેજો અને પ્રબુધ સમાજ સેવકો નું, કે જેને કારણે દેશમાંથી આ વિસંગતતા દુર થવા પામી અને સમાજ ના દરેક વર્ગ ના લોકો કોય પણ ક્ષેત્ર માં આજે ગર્વ થી પદાર્પણ કરી ચુક્યા છે.

માત્ર કર્મ કાંડ પુરતું બ્રહ્મીય શિક્ષણ કેવી રીતે વિશ્વને મહાન વૈજ્ઞાનિક પુરા પાડી સકત એ પણ બહુ મોટો યક્ષ પ્રશ્ન છે. જો બહારી શિક્ષણ ના આવ્યું હોત તો આજે પણ આપણે ભોટ ગણાતા હોત, હા પંડિતો ક્યારેય જ્ઞાની હતાજ નહિ. (અહી નાલંદા વિદ્યાપીઠ ની વાત ના  કારવી )

આજે સામ પિત્રોડા એકજ છે જો આવી વ્યસ્થા ના હોત તો કેટલાય સામ પિત્રોડા આ દેશ માં જોવા મલત.

સમાજ માં ગુનેગાર માત્ર અમુકજ વર્ગના વધારે શુકામ હોય છે ? નાની નાની વાત માં મારધાડ, ગુનાહ્ખોરી અને વ્યસન થાકી તારાજ થતા નીચલા વર્ગ ના લોકો પ્રત્યે સવેદાન્હીનતા કેટલી વ્યાજબી ?

સમાજ માં જયારે અસામનતા હોય ત્યારે કોયી પણ સમાજ સ્વસ્થ રીતે સમાન વિકાસ ના કરી સકે અને તેની દુરોગામી અસર સમગ્ર માનવ સમાજ ના અસ્તિત્વ પર જોવા મળતી હોય છે!

આર્થીક અને સામાજિક અસમાનતા વર્ગ વિગ્રહમાં પરીનામતી હોય છે. વિસ્વા આખું આજે આતંકવાદ થી પીડાય છે જેના મૂળમાં પણ વિસંગતતા જોવા મળે છે.

શું પંડિત ક્યારેય દલિત ની તેમજ અન્ય વર્ણ ની આટલા વરસોની કરાયેલ ઉપેક્ષાની માફી માંગશે ??? અને સમાજ માં તેઓ પણ એકસરખી પ્રગતિ ના કરી લે ત્યાં સુધી તેમેને મળેલ અમાનત નો  સપોર્ટ કરશે ? સાથો સાથ ભારત દેશને પણ પછાત રાખવાની મહાન ભૂમિકા બદલ માફી માંગશે ?

હા, બૈધિક રીતે પછાત લોકો આ બાબત ક્યારેય નહિ સમજી સકે.... 



Ref.  Swami Dayanand saraswati and Swami Sachchidanand books.