સામાજિક, શૈક્ષણિક કે આર્થીક રીતે સમાજ નો બહુ મોટો વર્ગ સુવિધા વિહીન (પછાત) રહી ગયો છે તે માટે વર્ણ વ્યસ્થા ના મૂળ માં જવું જોયીએ. જ્ઞાન ફક્ત પંડિતો ને મળે અને બાકી બધાને અજ્ઞાની રાખવાનું મહા પાપ અને સડયંત્ર કરનાર લોકો આજે પચાસ વરસમાજ અનામત શબ્દ થી હાંફી ગયા છે!જે લોકો એ પોતાના સિવાય કોયનું મળ નથી જોયું કે સાફ કર્યું અરે પોતાના ઘરનું સંડાસ પણ સાફ ના કરનાર લોકો હજારો વરસો થી અન્યનું મેલું ઉપાડનાર દલિત ની વ્યથા કેમ સમજી સકે ?
સુથાર, લુહાર, મોચી, કડિયા, ખેડૂત, સોની, કંસારા લોકો એ માત્ર હજારો વરસો થી તેમનોજ વ્યસ્વાય કરવો અને શિક્ષણ થી અલિપ્ત રહેવાનું એ તે કેવી સીસ્ટમ ??? મજુરો એ માત્ર માંજુરીજ કરવાની તે સીસ્ટમ કેટલો સમય ટકી સકે ? ઊંચ હોદા પર માત્ર પંડિતજ બેસી સકે કારણ કે તેઓ જ્ઞાની છે ? શું ઈશ્વર દરેક ને સમાન શક્તિ સાથે સર્જન નથી કરતો ?
ગામ, રાજ્ય કે રાષ્ટ્ર ની સુરક્ષા માત્ર ક્ષત્રીય કરી શકે તેવું ગણિત કેમ સ્વીકાર્ય હોય ? બહાદુરી કે જ્ઞાન ફક્ત એકજ વર્ણ ધરાવી શકે ?
આજે આપણા દેશમાં એક પણ શોધ કે વૈજ્ઞાનિક કેમ જોવા નથી મળતો ? ભારત દેશ આટલી બધી સાધન સુવિધા સંપન હોવા છતાં વિશ્વા આગળ પાંગળો છે! કારણ કે આપણે સમાન શક્તિ સામર્થ્ય સાથે પેદા થતા જીવને સ્વતંત્ર રીતે કોય પણ ક્ષેત્ર માં વિકાસ કરવાની સમાન તક આપેલ ના હતી. જેનું મુખ્ય કારણ આપણી વર્ણ વ્યાસ્થા એ સમાજ ને બાનમાં લિધેલ હતો.
ભલું થાજો અંગ્રેજો અને પ્રબુધ સમાજ સેવકો નું, કે જેને કારણે દેશમાંથી આ વિસંગતતા દુર થવા પામી અને સમાજ ના દરેક વર્ગ ના લોકો કોય પણ ક્ષેત્ર માં આજે ગર્વ થી પદાર્પણ કરી ચુક્યા છે.
માત્ર કર્મ કાંડ પુરતું બ્રહ્મીય શિક્ષણ કેવી રીતે વિશ્વને મહાન વૈજ્ઞાનિક પુરા પાડી સકત એ પણ બહુ મોટો યક્ષ પ્રશ્ન છે. જો બહારી શિક્ષણ ના આવ્યું હોત તો આજે પણ આપણે ભોટ ગણાતા હોત, હા પંડિતો ક્યારેય જ્ઞાની હતાજ નહિ. (અહી નાલંદા વિદ્યાપીઠ ની વાત ના કારવી )
આજે સામ પિત્રોડા એકજ છે જો આવી વ્યસ્થા ના હોત તો કેટલાય સામ પિત્રોડા આ દેશ માં જોવા મલત.
સમાજ માં ગુનેગાર માત્ર અમુકજ વર્ગના વધારે શુકામ હોય છે ? નાની નાની વાત માં મારધાડ, ગુનાહ્ખોરી અને વ્યસન થાકી તારાજ થતા નીચલા વર્ગ ના લોકો પ્રત્યે સવેદાન્હીનતા કેટલી વ્યાજબી ?
સમાજ માં જયારે અસામનતા હોય ત્યારે કોયી પણ સમાજ સ્વસ્થ રીતે સમાન વિકાસ ના કરી સકે અને તેની દુરોગામી અસર સમગ્ર માનવ સમાજ ના અસ્તિત્વ પર જોવા મળતી હોય છે!
આર્થીક અને સામાજિક અસમાનતા વર્ગ વિગ્રહમાં પરીનામતી હોય છે. વિસ્વા આખું આજે આતંકવાદ થી પીડાય છે જેના મૂળમાં પણ વિસંગતતા જોવા મળે છે.
શું પંડિત ક્યારેય દલિત ની તેમજ અન્ય વર્ણ ની આટલા વરસોની કરાયેલ ઉપેક્ષાની માફી માંગશે ??? અને સમાજ માં તેઓ પણ એકસરખી પ્રગતિ ના કરી લે ત્યાં સુધી તેમેને મળેલ અમાનત નો સપોર્ટ કરશે ? સાથો સાથ ભારત દેશને પણ પછાત રાખવાની મહાન ભૂમિકા બદલ માફી માંગશે ?
હા, બૈધિક રીતે પછાત લોકો આ બાબત ક્યારેય નહિ સમજી સકે....
Ref. Swami Dayanand saraswati and Swami Sachchidanand books.
No comments:
Post a Comment